જામનગર,તા.30 મે 2023,મંગળવાર
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર આવેલા ગાયત્રી શક્તિપીઠમાં આજે ગાયત્રી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અને ગાયત્રી મંત્રના જાપનું આયોજન કરાયું હતું, જેમાં અનેક પરિવારો જોડાયા હતા.

જામનગર શરૂ શેક્સન રોડ પર આવેલા ગાયત્રી શક્તિપીઠમાં આજે ગાયત્રી જયંતિ તેમજ ગંગા દશેરાની ઉજવણીના ભાગરૂપે વહેલી સવારથી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી ગાયત્રીયજ્ઞ યોજાયો હતો. ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધીના ગાયત્રી મંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ગાયત્રી શક્તિપીઠ સાથે જોડાયેલા અનેક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા, અને ગાયત્રી મંત્રના જાપ કરીને આહુતી અર્પી હતી.


