Get The App

જામનગરમાં મેહુલ સીનેમેક્સ રોડ પરથી એક ટ્રક ચાલકને માર મારી લૂંટ ચલાવનાર લૂંટારૂ ત્રિપુટીની અટકાયત

Updated: Aug 26th, 2023

GS TEAM


Google News
Google News
જામનગરમાં મેહુલ સીનેમેક્સ રોડ પરથી એક ટ્રક ચાલકને માર મારી લૂંટ ચલાવનાર લૂંટારૂ ત્રિપુટીની અટકાયત 1 - image

image : Freepik

જામનગર,તા.26 ઓગસ્ટ 2023,શનિવાર 

જામનગરમાં મેહુલ સિનેમેક્સ વાળા રોડ પર બે દિવસ પહેલાં રાત્રિના સમયે નીકળેલા એક ટ્રક ચાલકને માર મારી રૂપિયા 5,000ની લૂંટ ચલાવવા અંગેની ફરિયાદના પ્રકરણમાં સિટી સી. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં લુંટનો ભેદ ઉકેલી નાખી એક લૂંટારૂ ત્રિપુટીની અટકાયત કરી છે.

આ બનાવની વિગતે એવી છે કે જામનગર તાલુકાના મોરકંડામાં રહેતો આરીફભાઈ મોહમ્મદભાઈ નામનો ટ્રકચાલક પોતાનો ટ્રક લઈને બે દિવસ પહેલાં રાત્રિના સમયે પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન ઓવરટેક કરવાના પ્રશ્ને ખટારો રોકાવી નીચે ઉતારી માર માર્યો હતો અને ટ્રકમાં તોડફોડ કરીને નુકસાની પહોંચાડી હતી. ઉપરાંત તેમની પાસેથી રૂપિયા 5000 ની લૂંટ ચલાવાઇ હતી, અને તમામ આરોપીઓ કારમાં ભાગી છૂટ્યા હતા.

જે મામલો સીટી સી. ડિવિઝન પોલીસમાં લઈ જવાયા પછી ગણતરીના કલાકોમાં જ પોલીસે લુટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને ત્રણ શખ્સની અટકાયત કરી લીધી છે, જ્યારે તેઓ પાસેથી બનાવમાં ઉપયોગમાં લેવાયેલા લાકડાના ધોકા, પાઇપ, ઇકો કાર, મોબાઈલ ફોન સહિતની સામગ્રી કબજે કરી લેવામાં આવી છે.

Tags :