Get The App

જામનગર: જામજોધપુર પંથકમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 શખ્સોની અટકાયત

Updated: Mar 24th, 2022

GS TEAM

Google News
Google News
જામનગર: જામજોધપુર પંથકમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 શખ્સોની અટકાયત 1 - image

જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર 

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં પોલીસે ગઈકાલે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડયા છે, અને 7 શખ્સોની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કરી લીધું છે.

જામજોધપુરમાં જકાતનાકા પાસેથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા મૂળરાજ બળવંતસિંહ જાડેજા ઉપરાંત કિરણસિંહ અનુભા જાડેજા, દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ટપુભાઈ કેશુરભાઇ આહિર, અને શાંતિલાલ ગીગાભાઈ શીલુ વગેરે પાંચ શખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૪,૬૯૦ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

આ ઉપરાંત જામજોધપુર ટાઉનમાંથી જાહેરમાં વરલી-મટકાના આંકડા લખી રહેલા શાદીકશા અલીશા બાનવા નામના શખ્સને પોલીસે પકડી પાડયો છે અને તેની પાસેથી રોકડ રકમ તેમજ વરલીના આંકડાનું સાહિત્ય કબજે કર્યું છે.