Get The App

જામનગર: મહિલાના ગળામાંથી વધુ એક બાઇકચાલક ગઠિયો ચેઇન ઝુંટવીને ફરાર

Updated: Mar 18th, 2020

GS TEAM

Google News
Google News
જામનગર: મહિલાના ગળામાંથી વધુ એક બાઇકચાલક ગઠિયો ચેઇન ઝુંટવીને ફરાર 1 - image

જામનગર, તા. 18 માર્ચ 2020 બુધવાર

જામનગર શહેરમાં ચેઈન સ્નેચિંગની વધુ એક ઘટના બની છે. સમર્પણ સર્કલ પાસે એક યુવતીના ગળામાંથી ચેન ઝૂંટવી લેવાની ઘટના પછી ગઈકાલે વધુ એક કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે. ગોલ્ડન સીટી વિસ્તારમાંથી પગપાળા ચાલીને જઈ રહેલી એક મહિલાના ગળામાંથી વધુ એક બાઇકચાલક ગઠિયો ચેઇન ઝુંટવીને ભાગી છૂટતા પોલીસ ફરિયાદ કરાઈ છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ધરારનગર વિસ્તારમાં રહેતી ફરજાનાબેન અલ્તાફભાઈ મલેક નામની મહિલા અન્ય ત્રણ મહિલાઓ સાથે પોલીસ હેડકવાર્ટર પાછળ ગોલ્ડન સીટી વિસ્તારમાંથી પગપાળા ચાલીને જઈ રહી હતી. જે દરમિયાન નંબર પ્લેટ વગરની બાઈકમાં આવેલો એક અજાણ્યો શખ્સ તેના ગળામાંથી રૂપિયા 25 હજારની કિંમતના સોનાના ચેઈનની ચીલઝડપ કરી ભાગી છૂટ્યો હતો.

આ સમયે ચારેય મહિલાએ બૂમાબૂમ કરી હતી પરંતુ તે ભાગી છૂટવામાં સફળ થયો હતો. આ બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં સમર્પણ સર્કલ પાસે ત્રણ દિવસ પહેલા એક યુવતીના ગળામાંથી ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી અને ત્રણ દિવસમાં જ આ બીજો બનાવ બનતાં પોલીસ દ્વારા દોડધામ શરૂ કરાઇ છે અને સીસીટીવી કેમેરાની મદદથી ગઠીયાઓને શોધી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Tags :