Jamnagar

દિવાળીના તહેવારો પૂર્વે જામનગરમાં ડ્રાયફ્રૂટની દુકાનો પર ફૂડ શાખાની તપાસ: વિવિધ નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા

By GS Team
5 Nov 20261 min read
TukuTouch Logo
જામનગરમાં દિવાળી પૂર્વે ડ્રાયફ્રૂટની માંગ વધતાં મહાનગરપાલિકાની ફૂડ શાખા સક્રિય થઈ છે. ગઈકાલે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ડ્રાયફ્રૂટ વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી, વિવિધ નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા માટે ભેળસેળ અટકાવવા આ કાર્યવાહી થઈ રહી છે. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ ચેકિંગ થવાની શક્યતાથી વેપારીઓમાં ફફડાટ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીના તહેવારો પૂર્વે જામનગરમાં ડ્રાયફ્રૂટની દુકાનો પર ફૂડ શાખાની તપાસ: વિવિધ નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા

Jamnagar: દિવાળીના તહેવારો નજીક આવતાં જામનગરના બજારોમાં ડ્રાયફ્રૂટની માંગમાં વધારો થયો છે, ત્યારે ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતા જળવાઈ રહે તે હેતુથી જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ડ્રાયફ્રૂટના વેપારીઓને ત્યાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગઈકાલે સવારથી જ ફૂડ શાખાની ટીમ વેપારીઓની દુકાનો પર પહોંચી હતી અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટના નમૂના એકત્રિત કર્યા હતા. આ નમૂનાઓ ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી માટે પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દિવાળીના તહેવારો દરમિયાન ડ્રાયફ્રૂટ સહિત વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓની ખરીદીમાં વધારો થતો હોવાથી ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા ડ્રાયફ્રૂટના વેપારીઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતાને પગલે વેપારી આલમમાં દોડધામ મચી છે.

ઉલ્લેખનીય છે કે, તહેવારોના સમયમાં બજારમાં ભેળસેળયુક્ત, હાનિકારક રંગોનો ઉપયોગ કરેલી તેમજ હલકી ગુણવત્તાવાળી ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણની શક્યતા વધી જતી હોય છે. આવા સંજોગોમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સતર્કતા દાખવીને સતત તપાસ અને નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લેબોરેટરીના પૃથ્થકરણ અહેવાલ બાદ નમૂનાઓ અંગેની હકીકત સ્પષ્ટ થશે.