Get The App

સમસ્ત બ્રહ્મસમાજ સેવા ગ્રુપ જામનગર દ્વારા જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે પંચાક્ષરી મંત્રના પાંચ લાખ જાપ કરાયા

Updated: Aug 27th, 2022

GS TEAM

Google News
Google News
સમસ્ત બ્રહ્મસમાજ સેવા ગ્રુપ જામનગર દ્વારા જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે પંચાક્ષરી મંત્રના પાંચ લાખ જાપ કરાયા 1 - image

જામનગર,તા.27 ઓગષ્ટ 2022,શનિવાર

ભગવાન ભોળાનાથને અતિ પ્રિય શ્રાવણ માસમાં શિવ ભક્તો ભોળાનાથના આશીર્વાદ મેળવવા પૂજાની સામગ્રી સહિત મંત્રજાપથી ભોળાનાથની પૂજા કરવામાં આવે છે.

સમસ્ત બ્રહ્મસમાજ સેવા ગ્રુપ જામનગર દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે અને  હાલ ચાલી રહેલા લમ્પિ વાયરસથી ગૌ માતાનું રક્ષણ થાય, અને આ વાયરસ દુનિયામાંથી નાબુદ થાય, તેમજ લમ્પિ વાયરસથી મૃત્યુ પામેલી ગૌ માતાને મોક્ષની પ્રાપ્તી થાય, તે શુભ હેતુસર આ પંચાક્ષરી મંત્ર (ૐ નમઃ શિવાય)ના સવા લાખ જાપનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

સમસ્ત બ્રહ્મસમાજ સેવા ગ્રુપ જામનગર દ્વારા જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે પંચાક્ષરી મંત્રના પાંચ લાખ જાપ કરાયા 2 - image

આ ધાર્મિક દિવ્ય શ્રાવણ માસની ચૌદસની પવિત્ર તિથિ  શુક્રવારના રોજ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ૬ પટેલ કોલોની જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ મંત્રજાપના ધાર્મિક કાર્યમાં સર્વ જ્ઞાતિના શિવ ભકતો જોડાયા હતા.

 સમસ્ત બ્રહ્મસમાજ સેવા ગ્રુપ જામનગર દ્વારા પંચાક્ષરી મંત્રના સવા લાખ જાપ સંકલ્પ કરવામાં આવ્યો હતો, પરંતુ  સર્વ શિવ ભક્તો દ્વારા સંકલ્પ કરતાં ચાર ગણા એટલે કે પાંચ લાખ અગિયારસો મંત્રજાપ કરવામાં આવ્યા હતા. ૐ નમઃ શિવાયના જાપ સાથે ભક્તિમય શિવમય  વાતાવરણ બની ગયું હતું.સમસ્ત બ્રહ્મસમાજ સેવા ગ્રુપ જામનગર દ્વારા જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે પંચાક્ષરી મંત્રના પાંચ લાખ જાપ કરાયા 3 - image