જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં ચંદ્રયાનની સફળતાની ઉજવણીના ભાગરૂપે આતશબાજી કરાઈ
જામનગર,તા.24 ઓગસ્ટ 2023,ગુરૂવાર
જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં પ્રત્યેક તહેવારોની ઉમંગ ઉત્સાહભેર ઉજવણી થતી રહે છે, ત્યારે ઇસરો દ્વારા ચંદ્રની ધરતી પર ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક લોન્ચિંગ કરી લેવાયું જે અદભુત ક્ષણને પણ મનાવી લેવા માટે હવાઈ ચોકવિસ્તારમાં વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા તેમજ અન્ય પૂર્વ કોર્પોરેટર, સ્થાનિક કાર્યકરો વગેરે દ્વારા ભારતને મળેલી સિદ્ધિને લઈને ભવ્ય આતસબાજી કરવામાં આવી હતી, અને હાથમાં તિરંગા ઝંડા લઈને ભારત માતાની જય નારા ગજવવામાં આવ્યા હતા.