જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખામાં ફાયરમેનની ભરતી યોજાઈ
- 38 જગ્યાઓ ભરવા માટે 936 ઉમેદવારો આવ્યા: ઉમેદવારોનું શારીરિક પરીક્ષણ કરાયું
જામનગર,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખામાં ફાયરમેનની ભરતી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, અને નવી 38 જગ્યાઓ ભરવા માટે 936 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ શારીરિક ચકાસણી કરવામાં આવી રહી છે.
જામનગરના સ્પોર્ટસ સંકુલમાં આજે ફાયરમેનની ભરતીની પ્રક્રિયાઓ શરૂ કરાઈ હતી, અને 38 જગ્યાઓ ભરવા માટે કુલ આવેલા 936 ફોર્મ પૈકી આજે પ્રથમ દિવસે 130 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે, અને તેઓની સ્વિમિંગ સહિતની શારીરિક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.
સતત સાત દિવસ સુધી આ ભરતીની પ્રક્રિયા ચાલશે, જેની ટેસ્ટ લેવાયા પછી આખરે 38 ફાયરમેનની ભરતી કરવામાં આવશે.