જામનગર, તા. 8 મે 2020, શુક્રવાર
જામનગર નજીક ધુવાવમા મંડપ સર્વિસના સામાન રાખવાનાં ગોદામમા ગઈકાલે રાત્રે અકસ્માતે આગ લાગી હતી, અને મંડપનો સામાન સળગ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે પાણીના બે ટેન્કર વડે આગને કાબુમાં લીધી હતી.
જામનગર નજીક ધુવાવ ગામમાં હાઉસિંગ બોર્ડ પાસે આવેલા મંડપ સર્વિસના ગોદામમાં ગઈકાલે રાત્રે સાડા બારેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને ગાદલા- ગોદડા- લાકડા સહિતનો સામાન સળગવા લાગ્યો હતો.
આ બનાવ અંગે ફરજ પર હાજર રહેલા એક પોલીસ કર્મચારી ત્યાંથી પસાર થતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. અને ફાયર શાખાની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી જઈ પાણીના બે ટેન્કર વડે બે કલાકની જહેમત પછી આગને કાબુમાં લીધી હતી.


