Get The App

જામનગરમાં બંધ રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ, તમામ ઘરવખરી બળીને ખાખ

Updated: Sep 11th, 2024

GS TEAM

Google News
Google News
જામનગરમાં બંધ રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ, તમામ ઘરવખરી બળીને ખાખ 1 - image

Jamnagar Fire Incident : જામનગરમાં પટણી વાડ વિસ્તારમાં એક બંધ રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ગઈકાલે રાત્રે 10.20 વાગ્યાના આરસામાં સલીમભાઈ કુરેશી નામના રહેવાસીના બંધ મકાનમાં આગ લાગી હતી.

જે બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ગઈ રાત્રે ઘટના સ્થળે પહોંચી હતી. જે બનાવ સમયે આસપાસના નાગરિકોએ એકત્ર થઈને રૂમની બારીમાંથી પાણીની નળી વગેરેથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.

જામનગરમાં બંધ રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ, તમામ ઘરવખરી બળીને ખાખ 2 - image

ત્યારબાદ ફાયર બ્રિગેડની ટુકડીએ પણ દરવાજો તોડીને સ્થાનિકોની મદદથી આગને કાબુમાં લઈ લીધી હતી. જેથી આગ વધુ પ્રસરતાં અટકી હતી. મકાન માલિક સલીમભાઈ કુરેશી બહારગામ ગયા હતા, દરમિયાન પાછળથી વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે અને તેના રૂમમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ હતી. રાત્રિના સમયે આ બનાવને લઈને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા, પરંતુ આગ કાબુમાં આવી ગઈ હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.