જામનગર મહાનગરપાલિકામાં 14મી એપ્રિલે ફાયર ડે ની સાદગી પૂર્વક ઉજવણી
- મ્યુનિ. કમિશનર દ્વારા ફાયર દુર્ઘટનામાં માર્યા ગયેલા ફાયરના જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
જામનગર, તા. 14 એપ્રિલ 2020 મંગળવાર
જામનગર મહાનગરપાલિકામાં આજે ફાયર ડેની પણ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પ્રતિવર્ષ 14મી એપ્રિલે ફાયર ડે ની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં ફાયર બ્રિગેડની કચેરીના દ્વારે ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી.
સૌપ્રથમ જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ દ્વારા ફાયરનો ફ્લેગ લહેરાવવામાં આવ્યો હતો. ત્યાર પછી 14મી એપ્રિલે મુંબઈમાં આગની દુર્ઘટનામાં માર્યા ગયેલા ફાયરના જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ સમયે ઉપસ્થિત અન્ય અધિકારી તેમજ ફાયરના જવાનો વગેરેએ સોશિયલ ડિસ્ટનસ જાળવી બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતુ અને ખૂબ જ સાદગીપૂર્વક ફાયર ડેની ઊજવણી કરાઇ હતી. પ્રતિવર્ષ યોજાતા પરેડ સહિતના કાર્યક્રમો મોકૂફ રખાયા હતા.