Get The App

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે બાઈક સવાર બે પર પ્રાંતિય યુવાનોને કચડી નાખનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

Updated: Oct 20th, 2023

GS TEAM


Google News
Google News
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે બાઈક સવાર બે પર પ્રાંતિય યુવાનોને કચડી નાખનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો 1 - image

જામનગર,તા.20 ઓક્ટોબર 2023,શુક્રવાર

જામનગર નજીક ખંભાળિયા બાયપાસ રોડ પર ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા મધ્ય પ્રદેશના વતની બે યુવાનોને હડફેટમાં લઈ કચડી નાખનાર ટ્રક ના ચાલક સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. ટ્રક ચાલક ભાગી છૂટયો હોવાથી પોલીસે રેઢો પડેલો ટ્રક કબજે કર્યો છે.

મૂળ મધ્ય પ્રદેશના વતનની અને હાલ જામનગર ના મહાદેવ નગર વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા સલમાન છીંદન મનસુરી (ઉંમર વર્ષ 21) અને તેના મિત્ર અજય મિશ્રા (20 વર્ષ) બંનેને ટ્રકના પાછળના જોટા માં કચડી નાખ્યા હતા, અને બંનેના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા.

જે અકસ્માતના બનાવ અંગે મૃતક સલમાનના ભાઈ ટીપુ સુલતાન મનસુરીએ પોતાના ભાઈ સહીત બે વ્યક્તિઓને કચડી નાખનાર ટ્રક નંબર જી.જે.18 એ.એક્સ. 7724 નંબરના ટ્રક ચાલક પંચકોશી બી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ટ્રકનો ચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટયો હોવાથી પોલીસે રેઢો પડેલો ટ્રક કબજે કરી લીધો છે, અને તેના ચાલકની શોધ ખોળ હાથ ધરી છે.

Tags :