Get The App

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વીજચેકિંગ ટુકડી પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવા અંગે ચાર સામે ગુનો નોંધાયો

Updated: Oct 28th, 2021

GS TEAM


Google News
Google News
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વીજચેકિંગ ટુકડી પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવા અંગે ચાર સામે ગુનો નોંધાયો 1 - image

જામનગર,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર 

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ચેકિંગ માટે ગયેલી વીજચેકિંગ ટુકડી પર ગઇકાલે સવારે મકાનમાલિક અને તેના મળતીયાઓ દ્વારા હિચકારો હુમલો કરાયો હતો. જે મામલો સીટી-એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવાયા પછી મકાન માલિક સહિત ચાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે આરોપીઓ ભાગી છૂટયા હોવાથી પોલીસ તમામને શોધી રહી છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54માં વીજતંત્ર દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી, જે દરમિયાન સુમિત નંદા નામના મકાનમાલિકે વિજ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી અને હિચકારો હુમલો કરી દીધો હતો. જેથી વીજ અધિકારી તેમજ તેમના હેલ્પર વગેરેને જામનગરની જી.જી.હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા પછી જામનગરના સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં મકાનમાલિક સુમિત નંદા અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જે આરોપીઓ હાલ ભાગી છૂટયા હોવાથી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેને શોધી રહ્યો છે.

Tags :