Get The App

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં પિતા-પુત્રને બે વર્ષની સજાનો હુકમ

Updated: Aug 31st, 2023

GS TEAM


Google News
Google News
જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં પિતા-પુત્રને બે વર્ષની સજાનો હુકમ 1 - image

image : Freepik

જામનગર,તા.31 ઓગસ્ટ 2023,ગુરૂવાર

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં પિતા અને પુત્રને અદાલતે બે વર્ષની સજાનો હુકમ કર્યો છે. જામનગરમાં ઉદ્યોગ નગરમાં કારખાનું ધરાવતા દિગપાલસિંહ મહિપતસિંહ જાડેજા પાસેથી કમલેશભાઇ શીવાભાઈ ગઢવીએ સબંધના દાવે રૂ.બે લાખ અને દર્શ કમલેશભાઈ ગઢવી રૂ.1 લાખ 10 હજારની રકમ હાથ ઉછીની મેળવી હતી.જેની પરત ચૂકવણી માટે ચેક આપવામાં આવ્યા હતા. તે ચેક બેંકમાંથી પરત ફરતા અદાલતમાં ફરિયાદ નોંધાવાઈ હતી.   

આ કેસમાં સ્પેશિયલ નેગોશિયેબલ.કોર્ટના ન્યાયધીશ આર.બી.ગોસાઈએ તમામ દલીલો સાંભળીને પિતા કમલેશભાઈ ગઢવીને ચેકની બમણી રકમનો દંડ તથા બે વર્ષની સજા અને પુત્ર દર્શ ગઢવીને ચેકની બમણી રકમનો દંડ અને બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો.     

આ કેસમાં ફરિયાદી તરફે વકીલ તરીકે મોહસીન.કે.ગોરી તેમજ જયપાસિંહ.ટી.જાડેજા રોકાયા હતાં.

Tags :