- જોડીયાધામનાં ગીતા વિદ્યાલયમાં રામાયણની ચોપાઇનાં પાઠનો હોમાત્મક યજ્ઞ
જામનગર, તા. 25
જામનગર જિલ્લાનાં જોડીયામાં આવેલ પ.પૂ. વિરાગમુનિજી સ્થાપિત શ્રી રામ કૃષ્ણ સાધના ટ્રસ્ટ સંચાલિત ગીતા વિદ્યાલયમાં 'માનસ મંદિર' માં 29.1.1993નાં શુભ દિનથી પૂ. મોરારીબાપુનાં આશીર્વાદથી શ્રી. રામચરિત માનસની ચોપાઇનાં અખંડ પાઠનાં અનુષ્ઠાનનો વિશ્વ કલ્યાણ તથા હરી કૃપા હેતુ શુભારંભ થયો હતો.
આ અખંડ પાઠનો ૩૦માં વર્ષમાં પાવન પ્રવેશ થવાનાં અવસરે તા. 28.1.2022ને શુક્રવારે સવારે 6 કલાકથી તા. 29.1.2022ને શનિવારે સાંજ સુધી રામાયણની ચોપાઇનો હોમાત્મક યજ્ઞ કરવામાં આવશે.
કોરોનાકાળમાં કોવિડ ગાઇડલાઇનનાં પાલન સાથે શ્રી ગીતા વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ તથા સાધકો અને ભક્તજનો યજ્ઞમાં ભાગ લેશે તેમ શ્રી. ગીતા વિદ્યાલયનાં ટ્રસ્ટી વિનુભાઇ ચંદારાણા તથા વિનુભાઇ કાનાણી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.


