Get The App

ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગલિશ દારૂ પકડાયો

Updated: Dec 25th, 2023

GS TEAM


Google News
Google News
ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગલિશ દારૂ પકડાયો 1 - image

image : Freepik

- કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામના બસ સ્ટેન્ડ પર ઉભેલા એક શખ્સની ઇંગલિશ દારૂ સાથે અટકાયત

જામનગર,તા.25 ડિસેમ્બર 2023,સોમવાર

જામનગર શહેર અને જિલ્લામાં દારૂની પ્રવૃત્તિને ડામી દેવા માટે પોલીસ તંત્ર કમર કસી રહ્યું છે, ત્યારે ગઈકાલે ધ્રોળ તાલુકાના ખેંગારકા ગામમાં એક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ પકડાયો છે, તે જ રીતે કાલાવડ તાલુકાના બસ સ્ટેન્ડ પરથી એક શખ્સને ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધો છે.

 ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં રહેતા જતીનસિંહ ઉર્ફે જતીયો મહેન્દ્રસિંહ જાડેજા નામના ખેડૂતના રહેણાક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડેલો છે, તેવી બકતમીના આધારે પોલીસે ગઈ રાત્રે દરોડો પાડી 8 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, અને મકાન માલિક જતીનસિંહ જાડેજાની અટકાયત કરી લીધી છે.

 આ ઉપરાંત કાલાવડ તાલુકાના ખડધોરાજી બસ સ્ટેન્ડ પર ઉભેલા નિકાવા ગામના ગિરીશ ઉર્ફે ઉખેડીયો લખમણભાઇ બુસાની પોલીસે અટકાયત કરી લઈ તેની પાસેથી ઇંગ્લિશ દારૂની બાટલી કબ્જે કરી છે. જેને દારૂ સપ્લાય કરનાર નિકાવા ગામના દિપક લખમણ બુસાને ફરાર જાહેર કરાયો છે.

Tags :