Get The App

જામનગર માં રામેશ્વર નગર વિસ્તાર તેમજ શંકર ટેકરી વિસ્તારમાં બે રહેણાંક મકાનો પર ઇંગ્લિશ દારૂ અંગે દરોડા

Updated: Dec 23rd, 2021

GS TEAM

Google News
Google News
જામનગર માં રામેશ્વર નગર વિસ્તાર તેમજ શંકર ટેકરી વિસ્તારમાં બે રહેણાંક મકાનો પર ઇંગ્લિશ દારૂ અંગે દરોડા 1 - image


- બન્ને મકાનોમાં થી 111 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો પકડાયો: પરંતુ બંને આરોપી ફરાર

 જામનગર તા. 23

જામનગર શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે શહેરમાં દારૂ ઘુસાડવાના આવી રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસે રામેશ્વરનગર વિસ્તાર તેમજ શંકરટેકરી વિસ્તારમાં બે રહેણાક મકાનો પર દરોડા પાડયા હતા, અને 111 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબ્જે કર્યો છે. પરંતુ બન્ને મકાનોમાં દારૂના ધંધાર્થીઓ ફરાર થઇ ગયા હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગર માં રામેશ્વર નગર નજીક વિનાયક પાર્ક સોસાયટીમાં રહેતા  ભરત માવજીભાઈ ગુજરાતી નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને 31 ડિસેમ્બરની ઉજવણીમાટે તેના વેચાણ ની તૈયારી ચાલી રહી છે, જે બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી 15 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી અને 76 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના ચપટા વગેરે મળી આવતાં પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવ્યા હતા. આ દરોડા સમયે મકાનમાલિક ભરત માવજી ગુજરાતી હાજર ન હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે, અને પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

આ ઉપરાંત બીજો દરોડો જામનગરના શંકર ટેકરી નજીક સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં રહેતા દીપ અનિલભાઈ સોંદરવા નામના શખ્સ ના મકાન પર દરોડો પાડી મકાનમાંથી  2૦ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબજે કરી લીધો છે. જે આરોપી પણ દરોડા સમયે ભાગી છૂટયો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Tags :