FOLLOW US

જામનગરમાં બેડીગેટ વિસ્તારમાં એક દુકાનમાંથી વીજ ચોરી પકડાઈ: બે લાખનું પુરવણી બિલ અપાયું

Updated: Mar 19th, 2023


દુકાનદાર દ્વારા ટોયલેટમાં ફ્યુઝ બોર્ડ રાખીને મીટર બાયપાસ કરી સ્માર્ટ રીતે વીજ ચોરી કરાતી હોવાનું સામે આવ્યું

જામનગર, તા. 20 માર્ચ 2023 રવિવાર

જામનગરમાં બેડીગેટ વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી વીજ ટુકડીની ચેકિંગની કાર્યવાહી દરમિયાન મસમોટી વીજચોરી પકડી પાડવામાં આવી છે, અને વેપારીને રૂપિયા બે લાખનું વિજ ચોરીનું પુરવણી બિલ ફટકારવામાં આવ્યું છે. ટોયલેટ બ્લોક માં ફયુઝ ફીટ કરી વેપારી દ્વારા સ્માર્ટ રીતે મીટર બાયપાસ કરીને વિજ ચોરી કરવામાં આવતી હોવાનું ચેકિંગ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું.

જામનગર પીજીવીસીએલ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગની કચેરી ના નાયબ ઇજનેર અજય પરમાર ની રાહબરી હેઠળ બેડી ગેઇટ વિસ્તારમાં આવેલી મોદી એજન્સી નામની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે ચેકિંગ દરમિયાન વિજ મીટરને બાયપાસ કરીને વિજચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.


દુકાનદાર દ્વારા ટોયલેટ બ્લોકમાં ફ્યુઝ બોર્ડ રાખવામાં આવ્યું હતું, અને કોઈને ધ્યાનમાં ન આવે તે રીતે તેમાંથી મીટરને બાઇપાસ કરીને ચોરી કરાતી હોવાનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. જેથી વીજ ટુકડી દ્વારા ઉપરોક્ત દુકાનનો પાવર સપ્લાય કટ કરીને વિજ મીટર સાથે ચેડાં કરવામાટે ઉપયોગમાં લીધેલો વાયર, ફ્યુઝ,વિજ મીટર સહિતની સામગ્રી કબજે કરી લેવામાં આવી હતી, અને તેને ૨,૦૧,૩૧૬,૯૯ નું પુરવણી બિલ ફટકારવામાં આવ્યું છે, જ્યારે વીજ પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મોદી શોપ નામની દુકાનના સંચાલક ખૂજાઈમાંન મુસ્તફા મોદી સામે દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

Gujarat
Magazines