જામનગરના ભીમવાસ વિસ્તારમાં ગેરકાયદે વિજ થાંભલામાંથી વીજ જોડાણ મેળવી વીજ ચોરીનું કારસ્તાન પકડાયું
image : Freepik
- એક આસામી વીજ ગ્રાહક ન હોવા છતાં સીધું વીજ જોડાણ મેળવી વીજ ચોરી કર્યાનું સામે આવતાં 2.17 લાખનું વીજ બિલ અપાયું
જામનગર,તા.11 ઓગષ્ટ 2023,શુક્રવાર
જામનગરના ભીમવાસ વિસ્તારમાં પીજીવીસીએલની સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના અધિકારી અજય પરમારની રાહબરી હેઠળ ઇજનેર ભાવેશ નંદાણીયા સહિતની ટીમ દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જે ચેકિંગ દરમિયાન એક આસામી વીજ ગ્રાહક ન હોવા છતાં થાંભલા પરથી ડાયરેક્ટ વીજ જોડાણ મેળવી ગેરકાયદે વીજ ચોરી કરવા આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
ભીમવાસ શેરી નંબર-3માં પીપળીયા હનુમાન પાસે રહેતા અનવર કરીમભાઈ બેલીમ નામના આસામી દ્વારા પોતાના ઘરમાં વીજ મીટર ન હોવા છતાં ડાયરેક્ટ વિજ જોડાણ મેળવીને વિજ ચોરી કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી તેના ઘરમાંથી 20 મીટર વીજવાયર કબજે કરાયો છે, અને તેને રૂપિયા 2,17,424 નું પુરવણી વીજ બિલ અપાયું છે. જ્યારે 4000 નો કમ્પાઉન્ડ ચાર્જ ભરવા પણ જણાવ્યું છે.