જામનગરમાં મોરકંડા રોડ પર પીપરમેંન્ટ-બિસ્કિટની દુકાનમાં વહેલી સવારે આગની ઘટનાથી દોડધામ: ફાયરે આગ બુજાવી

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
જામનગરમાં મોરકંડા રોડ પર પીપરમેંન્ટ-બિસ્કિટની દુકાનમાં વહેલી સવારે આગની ઘટનાથી દોડધામ: ફાયરે આગ બુજાવી 1 - image

જામનગર,તા.05 માર્ચ 2024,મંગળવાર

જામનગર-મોરકંડા રોડ પર આવેલી એક માર્કેટમાં પીપમેન્ટ- બિસ્કીટના માલસામાનની દુકાનમાં વહેલી સવારે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીના બે ટેન્કરની મદદથી આગને કાબુમાં લીધી હતી.

 જામનગરમાં મોરકંડા રોડ પર પીપરમેંન્ટ-બિસ્કિટની દુકાનમાં વહેલી સવારે આગની ઘટનાથી દોડધામ: ફાયરે આગ બુજાવી 2 - image

આગના આ બનાવની વિગત એવી છે કે મોરકંડા રોડ પર આવેલી રીધમ માર્કેટમાં એચ.પી. ટ્રેડિંગ નામની દુકાનમાં વહેલી સવારે અકસ્માતે આગ લાગી હતી. જે આગના બનાવ અંગે દુકાનના માલિક કાસમભાઇ યાકુભાઇએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના બે ટેન્કરની મદદથી આગને કાબુમાં લઈ લીધી હતી. જેથી આજુબાજુની દુકાનોમાં આગ પ્રવેશતાં અટકી હતી.

 આગના કારણે દુકાનમાં રાખેલો પીપરમેન્ટ, બિસ્કીટ, સાબુ, બાકસના બોક્સ, કટલેરીના માલ સામાનનો જથ્થો બળીને ખાખ થયો હતો, અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.


Google NewsGoogle News