જામનગર: લોક ડાઉન દરમિયાન ગાંધીનગર વિસ્તારમા માતાજીના પાટોત્સવની ઉજવણી કરી વરઘોડો કાઢયો
- ધાર્મિક પ્રસંગ યોજી વરઘોડો કાઢનાર યજમાન-બગીવાળા અને બેન્ડવાજા વાળા સહિત છ સામે ગુનો નોંધાયો
જામનગર, તા. 02 મે 2020, શુનિવાર
જામનગરમાં ગાંધીનગર નજીક મોમાઇ નગર વિસ્તારમાં ગઈકાલે સાંજે લોક ડાઉન ની અમલવારી દરમિયાન માતાજી ના પાટોત્સવ નિમિતે ધાર્મિક પ્રોસેશન નીકળતા પોલીસ પ્રગટી હતી. અને ભારે નાસભાગ મચી ગઇ હતી. પોલીસે પ્રોસેસન કાઢનાર યજમાન, બેન્ડવાજા વાળા અને બગીવાળા સહિત ૬ લોકો સામે ગુનો નોંધ્યો છે. અને અટકાયત કરી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગાંધીનગર નજીક મોમાઇ નગર વિસ્તારમાં એક ધાર્મિક સ્થળ નજીક માતાજીનો પાટોત્સવ ઉજવાયો હતો. અને તેના અનુસંધાને ધાર્મિક પ્રોસેશન કાઢવામાં આવ્યું હતું. જેમાં બેન્ડવાજા વાળા અને બગીવાળા પણ જોડાયા હતા.
જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન ચાલી રહ્યું છે ત્યારે કોઈપણ પ્રકારની મંજૂરી વિના ધાર્મિક પ્રોસેશન નીકળતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. અને સીટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે વરઘોડા માં બેન્ડવાજા જોડાયા હતા અને બગીવાળા પણ સામેલ હતા. પોલીસ ની જીપ આવતાની સાથે જ વરઘોડામાં નાસ્તા મચી ગઈ હતી, અને બેન્ડવાજા વાળા ઘોડાગાડી વાળા વગેરે ભાગી છૂટયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.
જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતા રતુભા હનુભા જાડેજા, જીતેન્દ્રસિંહ સિંહ અમરસિંહ જાડેજા, સંજય પ્રભુભાઈ મહેતા, પૃથ્વીરાજસિંહ કલુભા જાડેજા ઉપરાંત ઘોડાગાડીવાળો ફિરોજ હુસૈનભાઈ શેખ અને બેન્ડવાજા વાળા ઇકબાલ મહંમદ હુશેન કુરેશી વગેરે સહિત છ સામે ગુનો નોંધ્યો છે. અને અટકાયત કરી લીધી છે. પોલીસની આ કાર્યવાહીને લઇને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.