જામનગરમાં દરબારગઢ પોલીસ ચોકી ટીમની સરાહનીય કામગીરી : પડી ગયેલું પાકીટ મૂળ માલિકને પરત અપાયું
- રૂ.7,000 અને જરૂરી કાગળોનું સાથેનું પડી ગયેલું પાકીટ તેના મૂળ માલિકને શોધીને પરત અપાયું
જામનગર,તા.16 ડિસેમ્બર 2023,શનિવાર
જામનગર શહેરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં મુકેશ દિનેશભાઇ વાઘેલા નામના યુવાનને એક પ્લાસ્ટિક બેગ મળેલી હતી. જે પ્લાસ્ટિક બેગમાં રૂ.7,000 રોકડા અને આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક અને સેન્ટ્રલ બેંકના શેર જેવા જરૂરી કાગળો હતા.
ત્યારબાદ, મુકેશ વાઘેલા દ્વારા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવેલું હતું. જે બાદ, સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની દરબારગઢ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પો.હેડ.કોન્સ્ટેબલ ગોરધનભાઇ ચાવડા દ્વારા ગણતરીના કલાકોમાં મૂળ માલિક ગોમીબેન લક્ષ્મણભાઇ કાછટીયાને શોધી કાઢીને રૂ.7,000 સહિત જરૂરી કાગળો સિટી-એ ડિવિઝનની દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ વી.આર.ગામેતીની હાજરી પરત કરવામાં આવ્યું હતું.
આથી ગોમીબેન લક્ષ્મણભાઇ કાછટીયાએ દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ વી.એસ. ગામેતી, પો.હેડ.કોન્સ્ટેબલ ગોરધનભાઇ ચાવડા અને યુવાન મુકેશ વાઘેલાનો આભાર વ્યક્ત કર્યો હતો.