Get The App

જામનગરની પરણિતાને નવસારીમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરિયાનો ત્રાસ

Updated: Dec 30th, 2021

GS TEAM

Google News
Google News
જામનગરની પરણિતાને નવસારીમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરિયાનો ત્રાસ 1 - image

- માવતરે થી દહેજ લઈ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ

 જામનગર, તા. 29

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી એક યુવતી ને નવસારીમાં પરણાંવ્યા પછી તેણીના દહેજ ભૂખ્યા સાસરિયાઓએ દહેજના કારણે મારકૂટ કરી વધુ દહેજની માગણી સાથે પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢતાં તેણીએ જામનગર આવ્યા પછી મહિલા પોલીસ મથકમાં તમામ સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૨૯માં રહેતી અને નવસારીમાં પરણાવેલી હીમાબેન આશિષભાઈ લોઢીયા, કે જેને તેણીના શ્વસુર પક્ષના સભ્યો દ્વારા દહેજના કારણે છેલ્લા કેટલાક સમયથી ત્રાસ આપવામાં આવતો હતો, અને મારકૂટ કરી વધુ દહેજની માગણી સાથે પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી.

આથી તેણીએ જામનગર આવીને મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને સમગ્ર આપવીતી વર્ણવી હતી. આથી મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે હીમાબેનની ફરિયાદના આધારે તેણીના સાસરીયાઓ પતિ આશિષ બિપિનકુમાર લોઢીયા, સસરા બિપિનકુમાર ચુનીલાલ લોઢીયા, સાસુ ભાવનાબેન બીપીન કુમાર લોઢીયા, નણંદ પ્રીતિબેન બિપિનકુમાર લોઢીયા, અને મોટા સસરા કિરીટભાઈ ચુનીલાલ લોઢીયા સામે દહેજધારા તેમજ સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસનો દોર નવસારી સુધી લંબાવ્યો છે.