Get The App

જામનગરમાં રહેતી પરણિતાને અલિયાબાડામાં રહેતા દહેજ ભૂખ્યા સાસરિયાઓનો ત્રાસ

- દહેજના કારણે તેમજ સંતાનમાં પુત્રને બદલે પુત્રી અવતરી હોવાથી પહેરેલા કપડે હાંકી કાઢ્યાંની ફરિયાદ

Updated: Nov 21st, 2021

GS TEAM


Google News
Google News
જામનગરમાં રહેતી પરણિતાને અલિયાબાડામાં રહેતા દહેજ ભૂખ્યા સાસરિયાઓનો ત્રાસ 1 - image


જામનગર, તા. 21 નવેમ્બર 2021 રવિવાર

જામનગરમાં શાંતિનગર શેરી નંબર સાતમા રહેતી એક પરિણીતાને અલિયાબાડા  માં રહેતી એક પરણિતાને દહેજના કારણે તેમજ સંતાનમાં પુત્રને બદલે પુતત્રી પ્રાપ્ત થઇ હોવાથી ક તેણીના પતિ તેમજ સાસરીયાઓના દહેજનાત્રાસ કારણે અને સંતાનમાં ઝપુત્ર ને બદલે પુત્રી પ્રાપ્ત થઈ હોવાથી પહેરેલ કપડે હાકી કાઢી હોવાથી જામનગર આવ્યા પછી મહિલા પોલીસ મથકમાં તેઓ સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શાંતિ નગર શેરી નંબર 7 માં રહેતી અલ્પાઅબા વિશ્વરાજસિંહ સોઢાના લગ્ન 2017 ની સાલમાં જામનગર તાલુકાના અલિયા બાડા ગામમાં રહેતા વિશ્વરાજસિંહ નવલસિંહ સોઢા સાથે થયા હતા. લગ્નની શરૂઆતનાં તેને સારી રીતે રાખ્યા પછી દહેજના કારણે સિતમ ગુજારવાનું શરૂ કર્યુ હતું.

પતિ અને સાસુ એ માવતરેથી પૈસા લઈ આવવા માટે દબાણ કરી ધમકી આપી હતી, તેમજ સંતાનમાં પુત્ર ને બદલે પુત્રી પ્રાપ્તિ થઈ હોવાથી ગાળો ભાંડી પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી.

તેથી તેણે પોતાના માવતરે જામનગર આવી ગયા પછી મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. જેમાં મહિલા પોલીસે અલ્પાબાના પતિ વિશ્વરાજસિંહ નવલસિંહ સોઢા તેમજ સાસુ કૈલાશબા નવલ સિંહ સોઢા સામે દહેજધારા તે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ સ્ટેશનના સ્થાફે આગળની તપાસ શરૂ કરી છે.

Tags :