જામનગર,તા.21 ઓક્ટોબર 2022,શુક્રવાર
જામનગર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા શહેર જિલ્લાની જનતાને દિવાળીના તહેવારની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવા જેવી પ્રક્રિયાઓ સંદર્ભે વિશેષ જાળવણી રાખવા બાબતેની અપીલ કરવામાં આવી છે.
ફટાકડા ફોડતી વખતે જાહેર જનતાને ધ્યાનમાં રાખવાની બાબતો
આટલુ કરો
- જયારે પહેરેલા કપડાં આગમાં લપેટાય તો ફટાકડાને દુર કરો અને જમીન પર આળોટો, જો આગ ઓલવી શકાય તેમ ન હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીંટાળો.
- દાઝેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાખો જયાં સુધી બળતરા ચાલુ રહે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખી શકાય, દાઝેલી જગ્યા પર ચોખ્ખુ કપડું, સ્ટરીલાઇઝ બેન્ડેજ
- બાંધવું યોગ્ય સારવાર માટે વહેલી તકે તબીબનો સંપર્ક કરવો.
- દિવાળીના તહેવાર દરમ્યાન ડિઝાસ્ટર મનેજમેન્ટ ના ૦૨૮૮- ૨૫૫૩૪૦૪ અથવા ફાયર બ્રિગેડનો ફોન નંબર ૧૦૧ પર સંપર્ક કરવો.
- ફટાકડા વડીલોની હાજરીમાં જ ફોડો.
- ફટાકડા ફોડતી વખતે પાણીની ભરેલી ડોલ તથા રેતી ભરેલી ડોલ રાખવી અને તારામંડળ જેવા ફટાકડાનો ઉપયોગ કર્યા પછી તેનો તાર તે ડોલમાં જ નાખવો.
આટલુ ન કરો
- ગીચતાવાળી જગ્યા, સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ફોડશો નહિ.
- વડીલોની ગેરહાજરીમાં બાળકને એકલા ફટાકડા ફોડવા દેશો નહિ.
- ફટાકડાને ખિસામાં રાખશો નહિ. કે ફોડતી વખતે તેનો ઘા કરશો નહિ.
- અવાજની વિશિષ્ટ અસર માટે ફટાકડાને ટીનના ડબ્બામાં કાચના
- શીશામાં, માટલામાં કે અન્ય બીજા અખતરાથી ફોડશો નહિ.
- ફૂટયા વગરના ફટાકડાને ચકાસવું નહિ. તેને છોડી દો. હાથમાં ફટાકડા
- ફોડવાની હિંમત કરશો નહિં. વાહનમાં ફટાકડા ફોડશો નહિં.
- લાંબા કપડાં જલ્દીથી આગ પકડતાં હોય તે પહેરવાનું ટાળો.
- ફટાકડા ફોડતી વખતે સીન્થેટીકના કપડાં પહેરશો નહિં. ચોંટી ગયેલા
- કપડાંને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરશો નહિં.
- ફટાકડાને કારણે આંખને ઇજા થઇ હોય તો આંખને મસળવું નહિં તથા
- આંખમાં ખૂંચી ગયેલી વસ્તુને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરવો નહિં.
- આંખમાં કેમીકલ પડી જતાં આંખને ઠંડા પાણીથી ૧૦ થી ૧૫ મીનીટ
- સુધી ધોવું અને તરત આંખના ડોકટરની સલાહ લેવી.
જો કોઈપણ સમયે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તો તુરંત જ આ નંબરનો સંપર્ક કરવો જ ઇમરજન્સી કોન્ટેક નંબર - ૦૨૮૮-૨૫૫૩૪૦૪ અથવા ૦૨૮૮-૨૬૭૨૨૦૮ તેમજ ટોલ ફ્રી નંબર - ૧૦૧ અથવા ૦૯૦૯૯૧ ૧૨૧૦૧ ઉપરાંત બેડેશ્વર ફાયર સ્ટેશન નાં ૦૨૮૮-૨૭૫૫૩૬૯ તેમજ જનતા ફાટક ફાયર સ્ટેશન નાં ૦૨૮૮ ૦૨૮૮ ૨૭૧૦૪૧૧ નો સંપર્ક સાધવો.


