Get The App

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને એક વર્ષની જેલની સજા: ચેકની રકમનો દંડ

Updated: Aug 25th, 2023

GS TEAM


Google News
Google News
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને એક વર્ષની જેલની સજા: ચેકની રકમનો દંડ 1 - image

જામનગર,તા.25 ઓગસ્ટ 2023,શુક્રવાર

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ મિતેશ દયાશંકર દવેએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવી હતી. તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી.આ કેસ ચાલીવજતાં અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીની હાજરીમા 1(એક) વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂપિયા 1,26,900 નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

Tags :