Get The App

જામનગરમાં INS વાલસુરામાં રહેતા એક જવાનના વૃદ્ધ પિતાનું શ્વાસ થંભી જવાના કારણે મૃત્યુ

Updated: Sep 19th, 2023

GS TEAM


Google News
Google News
જામનગરમાં INS વાલસુરામાં રહેતા એક જવાનના વૃદ્ધ પિતાનું શ્વાસ થંભી જવાના કારણે મૃત્યુ 1 - image

જામનગર,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર

જામનગર નજીક આઈએનએસ વાલસુરામાં રહેતા એક જવાનના વૃદ્ધ પિતા કે જેઓને ગઈકાલે એકાએક શ્વાસ ઉપડ્યો હતો, અને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયા પછી તેઓનું મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગતે એવી છે કે મૂળ બિહારના આંધ્રપ્રદેશના વિશાખાપટનમના વતની અને હાલ જામનગરના આઈએનએસ વાલસુરામાં ફરજ બજાવતા ક્રિષ્ના શ્યામલ ઉમા મહેશ્વર રાયના પિતા બંદારૂ ઉમા મહેશ્વરરાય કે જેઓ ને ગઈકાલે પોતાના ઘેર શ્વાસ ચડ્યો હતો, અને બેશુદ્ધ બની ગયા હતા. તેથી તેમને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર ટબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

 આ બનાવ અંગે ક્રિષ્ના શ્યામલ મહેશ્વરાયે પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :