Updated: May 24th, 2023
જામનગર,તા.24 મે 2023,બુધવાર
જામનગર શહેરમાં ગ્રીન સિટી વિસ્તારમાં આજે સવારે ફરીથી નિલગાય દેખાઈ હતી, જેથી લોકોમાં કુતુહલ ફેલાયું હતું. જે નિલગાય એ અલગ અલગ વિસ્તારમાં દોડાદોડી કરી હોવાથી ફોરેસ્ટ તંત્ર દોડતું થયું છે અને નીલગાયને પકડીને જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે એ ઉલ્લેખનિય છે કે જામનગરના ગ્રીનસીટી વિસ્તારમાં આજથી થોડા દિવસ પહેલાં એક નિલગાય દેખાઈ હતી, અને આસપાસના વિસ્તારમાં ચક્કર લગાવતાં લોકો અચંબિત થયા હતા. જેનું પુનરાવર્તન આજે પણ થયું હતું, અને આજે સવારે ફરીથી નીલગાય શહેરના માર્ગો પર દેખાઈ હતી. જે અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરાતાં ફોરેસ્ટ શાખાની ટુકડી દોડતી થઈ છે, અને નીલ ગાયને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.