જામનગર નજીક મોબાઈલ ફોનની એપ્લિકેશનમાં ક્રિકેટ સટ્ટો રમનાર શખ્સ પકડાયો: એક બુકીનું નામ ખુલ્યું
જામનગર,તા.05 સપ્ટેમ્બર 2022,સોમવાર
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઓપન થિયેટરમાં ક્રિકેટ મેચની આઇ.ડી. મારફતે ભારત પાકિસ્તાનની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમી રહેલા સાગર અશોકભાઈ ચાંદ્રા નામના નારણપર ગામના એક શખ્સને એલસીબીની ટીમે પકડી પાડ્યો હતો, અને તેની પાસેથી રૂપિયા ૨,૫૫૦ ની રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.
પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગર તાલુકાના લાવડીયા ગામના ભાવેશ ગંઢા નામના બુકી પાસે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે, અને શોધખોળ હાથ ધરી છે.