જામનગરમાં મુંબઈના નાગરિકને કોરોના, બહારથી આવેલા 4 કેસોથી જિલ્લો ફરી જોખમમાં
- સિક્કામાં લાંગરેલી સિંગાપોર જતી શીપમાં જવા ટેસ્ટ કરાવતા પોઝીટીવ રિપોર્ટ આવ્યો
જામનગર તા.05 માર્ચ 2020, મંગળવાર
જામનગરમાં બે દિવસ પહેલા અમદાવાદથી આવેલ ત્રણ મહિલાને પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ આજે મુંબઈથી આવેલા ૫૪ વર્ષના પુરુષને સિંગાપોર જવાનું હોય તે માટે કોરોના ટેસ્ટ કરાવાતા પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે.
સૂત્રો અનુસાર સિક્કાની જેટી પર લાંગરેલી શીપમાં મુંબઈના આ નાગરિક સિંગાપોર જવા રવાના થવાના હતા. તેઓ ગત તા.૨ના મુંબઈથી જામનગર આવતા તેમને જામનગર બહાર લાખાબાવળ પાસે એક ખાનગી રિસોર્ટમાં ક્વોન્ટાઈન કરવામાં આવ્યા હતા. આજે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવા આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
દરમિયાન જામનગરમાં જામનગર, દ્વારકા, મોરબી અને પોરબંદર એ ચાર જિલ્લામાંથી કૂલ ૧૫૧ના સેમ્પલનું ટેસ્ટીંગ કરાયું હતું જેમાં ઉપરોક્ત એક સેમ્પલ પોઝીટીવ આવેલ છે જ્યારે અન્ય ૧૫૦ નેગેટીવ રિપોર્ટ આવેલ છે.