દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો પગપેસારો ન થતા લોકોમાં રાહત
- 167 લોકોના રિપોર્ટ નેગેટિવ
જામ ખંભાળિયા, તા. 19 એપ્રિલ 2020 રવિવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાઈરસ બીમારી અંગે શરૂઆતથી જ સરકારી તંત્ર જાગૃત રહ્યું છે અને કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી.
આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે રવિવાર સુધીમાં કુલ 168 વ્યક્તિઓના શંકાસ્પદ કોરોનાની બીમારી સંદર્ભેના સૅમ્પલો લેવામાં આવ્યા હતા.
જે પૈકી 167 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં કુલ 669 વ્યક્તિઓને કવોરોંટાઈન કરવામાં આવ્યા હતા. જે તમામનો સમયગાળો પૂર્ણ થયો છે.