કોરોના ઈફેક્ટઃ જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલ રખાશે બંધ
જામનગર, તા. 14 માર્ચ 2020, શનિવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્વિમિંગ પૂલ કે જે આગામી 16મી તારીખથી શરૂ થવાનો હતો જે સ્વિમિંગ પૂલ કોરોના વાયરસ ને લઈને હાલ શરૂ કરવામાં નહીં આવે તેવી જામ્યુકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ સંકુલની અંદર આવેલા સ્વિમિંગ પૂલને આગામી 16મી તારીખથી શરૂ કરવાનો હતો, અને જામ્યુકો દ્વારા કોચનીની નિમણૂક કરી 16 તારીખથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
પરંતુ કોરોના વાયરસની દહેશતના પગલે રાજ્ય સરકારના આદેશ અનુસાર જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પૂલને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હાલમાં અનિશ્ચિત સમય માટે સ્વિમિંગ પૂલ બંધ રહેશે તેવી જાહેરાત આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.