Updated: May 26th, 2023
image : Freepik
- કારમાં આવેલા 4 શખ્સોએ મીની ટ્રકમાં બેઠેલા બે યુવાનોને મારમારી મીની ટ્રકની લૂંટ ચલાવ્યાની ફરિયાદ
- નાશ ભાગ દરમિયાન એક યુવાન પુલ પરથી નીચે ખાબકયો હોવાથી ઇજા: અન્ય યુવાન પણ ડિવાઇડર સાથે ટકરાયો
જામનગર,તા.26 મે 2023,શુક્રવાર
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા ગામ પાસે બે વાહન વચ્ચે પકડ દાવનો ખેલ ખેલાયો હતો, અને ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. પૈસાની લેતી દેતીના મામલે આઇસર ચાલક અને તેના સાથીદારને ફલ્લા માર્ગ પર પીછો કરીને હુમલો કરાતાં બંને યુવાનો ભાગી છૂટ્યા હતા. જેમાં એક યુવાને પુલિયું કુંદાવ્યું હતું, જ્યારે બીજો યુવાન ડિવાઇડર સાથે ટકરાતાં ઇજાગ્રસ્ત બન્યો છે. જ્યારે લૂંટારુઓ આઇસર લઇને જેને પોલીસ શોધી રહી છે.
આ બનાવની વિગત એવી કે જામનગર નજીક રાજકોટ ધોરીવાર પર આઇસર મીની ટ્રક લઈને પસાર રહી રહેલા દેવા રામ રાજ દેવાસી કે જેની જેણે પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાને તથા પોતાના મિત્ર મહેન્દ્રસિંહને માર મારી પોતાની રૂપિયા સાત લાખની કિંમતનો મીની ટ્રક ચલાવવાની ફરિયાદ ખેતસિંગ તથા તેણે મોકલેલા અજાણ્યા ત્રણ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી દેવારામના મિત્ર મહેન્દ્રસિંહને પૈસાની લેતી દેતી ના મામલે ખેતસિંગ સાથે તકરાર ચાલતી હતી, દરમિયાન ગઈકાલે ફરીયાદી દેવારામ અને તેનો મિત્ર મહેન્દ્રસિંહ કે જેઓ જામનગર રાજકોટ રોડ પર થી પસાર રહી રહ્યા હતા, જે દરમિયાન રામપર ગામના પાટીયા પાસે ખેતસીંગ અને તેના સાગરીત અન્ય એક કારમાં આવીને પીછો કર્યો હતો, અને લાકડાના ધોકા બતાવી કારમાંથી ઉતરીને આઇસર મીની ટ્રકને ઉભો રખાવાનો પ્રયત્ન કર્યો હતો.
દરમિયાન બંને યુવાનો મીની ટ્રકમાંથી બહાર નીકળતાં તેઓને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. જેથી ડરના માર્યા મહેન્દ્રસિંહ બાજુમાં આવેલા પુલીયા પરથી નીચે છલાંગ લગાવી દેતાં તેને પગમાં ઈજા થઈ હતી, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ ઉપરાંત ફરિયાદી યુવાન દેવારામને પણ મૂઢ માર મારવામાં આવ્યો હોવાથી તે ભાગવા ગયો હતો અને ડિવાઇડર સાથે અથડાયો હોવાથી તેને પણ ઇજા થઈ છે, અને તેની જી.જી.હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે દેવારામની ફરિયાદના આધારે ખેતસિંગ અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે ગુનો નોંધ્યો છે જેવો રૂપિયા સાત લાખની કિંમતના મીની આઇસર ટ્રકની લૂંટ ચલાવીને ભાગી છુટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.