FOLLOW US

જામજોધપુર તાલુકાના બમથીયા ગામમાં ટ્રેક્ટર ના વેચાણના મામલે સાળા -બનેવીના ઝઘડા ના પ્રકરણમાં સાળાની વળતી ફરિયાદ

Updated: Mar 19th, 2023


જામનગર, તા. 19 માર્ચ 2023 રવિવાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બમથિયા ગામમાં ટ્રેક્ટરની ટ્રોલી વેંચી નાખવાના પ્રશ્ને સાળા અને બનેવી વચ્ચે ગજગ્રાહ ચાલતો હોવાથી બનેવી દ્વારા સાળા સામે ફરિયાદ નોંધાવાઈ હતી, જે પ્રકરણમાં આર.સી.બુક પરત નહીં આપવાના પ્રશ્ને સાળાએ બનેવી સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

જામજોધપુર તાલુકાના બગથરા ગામમાં રહેતા ઉગાભાઇ ઉર્ફે મુકેશભાઈ પાલાભાઈ ખરા નામના ૪૩ વર્ષના ખેડૂત યુવાને ટ્રેક્ટરની ટ્રોલી ની આર.સી. બુક નહીં આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના જ બનેવી દેવસૂર ગોવાભાઇ બગડા સામે ફરિયાદ નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રેક્ટરની ટ્રોલીનું બારોબાર વેચાણ કરી નાખવાના મામલે બનેવી દ્વારા સાળા સામે ફરિયાદ નોંધાવાઈ હતી, જે પ્રકરણમાં આ વળતી ફરિયાદ થઈ છે.

Gujarat
Magazines