Get The App

જામનગરના મહાજન વેપારી સાથે રૂપિયા 20 લાખની છેતરપિંડીની ફરિયાદથી ચકચાર

Updated: Mar 19th, 2023

GS TEAM


Google News
Google News
જામનગરના મહાજન વેપારી સાથે રૂપિયા 20 લાખની છેતરપિંડીની ફરિયાદથી ચકચાર 1 - image


મુંબઇ સહિતના બે શખ્સોએ કોપર નો સ્ક્રેપ મોકલવાના બહાને ૨૦ લાખ રૂપિયા બેંક મારફતે ટ્રાન્સફર કરાવી લીધા પછી હાથ ખંખેર્યા

જામનગર, તા. 19 માર્ચ 2023 રવિવાર

જામનગર ના એક મહાજન વેપારી વેપારી સાથે મુંબઇ ના એક ઠગ સહિત બે શખ્સો એ રૂપિયા ૨૦ લાખ નો ચૂનો ચોપડયાનું સામે આવતાં ભારે ચકચાર જાગી છે. કોપરનો સ્ક્રેપ મોકલવા ના બહાને ૨૦ લાખ રૂપિયા બેંક મારફતે ટ્રાન્સફર કરાવી લીધા પછી માલ નહીં મોકલી હાથ ખંખેરી લેતાં મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર કે.ડી. ટાવરમાં રહેતા અને બ્રાસપાર્ટ નો વેપાર ધરાવતા હર્ષ મનસુખલાલ ચંદરિયા નામના મહાજન વેપારીએ મુંબઇના રાજેશ જૈન અને રાહુલ રચા નામના બે શખ્સો સામે રૂપિયા ૨૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મુંબઈના આરોપી રાજેશ જૈન તથા રાહુલે કોપરનો ત્રણ ટન સ્ક્રેપ મોકલવા નું નક્કી કરીને કટકે કટકે ૨૦ લાખ રૂપિયા બેંક મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા, ત્યારબાદ કોઈપણ પ્રકારનો માલ-સામાન નહીં મોકલી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જેથી મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ ૪૦૬,૪૨૦ અને ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર મુંબઈ સુધી લંબાવ્યો છે.

Tags :