Get The App

જામનગર: મેઘપરમાં સિક્યુરીટીગાર્ડનું અપહરણ કરી લૂંટ ચલાવી માર મારવા અંગે બે શખ્સો સામે ફરિયાદ

Updated: Oct 29th, 2021

GS TEAM


Google News
Google News
જામનગર: મેઘપરમાં સિક્યુરીટીગાર્ડનું અપહરણ કરી લૂંટ ચલાવી માર મારવા અંગે બે શખ્સો સામે ફરિયાદ 1 - image


- ખાનગી કંપનીના એરિયામાં બળજબરીથી પ્રવેશ કરવા જઇ રહેલા શખ્સોને અટકાવતાં હુમલો કરાયો

જામનગર,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર

જામનગર-ખંભાળિયા હાઈવે પર પડાણા નજીક એક ખાનગી કંપનીમાં સિક્યુરીટીગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવકનું અપહરણ કરી માર મારી અને લુંટ ચલાવ્યાની ફરિયાદ મેઘપર પડાણા પોલીસ મથકે નોંધાઈ છે. ખાનગી કંપની ની ટાઉનશિપના એરિયામાં બળજબરીપૂર્વક પ્રવેશ મેળવવા ઇચ્છતા બે શખ્સોને સિક્યુરિટી ગાર્ડએ અટકાવતાં આ બનાવ બન્યાનું પોલીસમાં જાહેર થયું છે.

પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો મુજબ મૂળ બિહારના 29 વર્ષીય કૌશલકુમાર અનીરૂધ્ધ તિવારી કે જે સિક્યુરીટી ગાર્ડ તરીકે ખાનગી કંપનીમાં કામ કરે છે, તેને મીઠોઇ ગામવાળો ભરતસિંહ તથા તેની સાથેનો બીજો એક અજાણ્યો માણસ સફેદ કલરની ફોરવ્હીલ કાર નં.જી.જે.-03 ઇ.સી.-0508 ની લઇને આવી ફોરવ્હીલ કારમાંથી નીચે ઉતરી લોખંડના પાઇપથી આડેધડ યુવકને મારી મારી તથા તેની સાથેના અજાણ્યા માણસે પણ લાકડીથી આડેધડ માર મારી મુઢ ઇજા કરી હતી. આરોપી ભરતસિંહે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડા રૂપીયા 1,500 તથા એક મોબાઇલ ફોનની લુંટ કરી અપહરણ કરી ફરી વખત માર મારી એકબીજાની મદદગારી કરવા અંગેની ફરિયાદ દાખલ થઇ છે.

ફરિયાદી સિક્યુરિટી ગાર્ડ કૌશલ કુમાર ખાનગી કંપનીની લેબર કોલોની બની રહી છે, જ્યાં પોતાની ફરજ પર હતા.જે દરમિયાન આરોપી ભરતસિંહ વગેરે કારમાં આવ્યા હતા, અને લેબર કોલોનીમાં અંદર જવાનો પ્રયત્ન કર્યો હતો. જેને રોકવા જતાં આ હુમલો અને લૂંટ કરાઇ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે મેઘપર પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Tags :