જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ધ્રોલ અને જોડિયામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ
જામનગર, તા.6 મે 2020, બુધવાર
જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ધ્રોલ માર્કેટિંગ યાર્ડ અને જોડિયા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે. અને 390 ખેડૂતોની ચણાની ખરીદી થઈ છે.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈ કાલથી ચણાની ખરીદીનો પ્રારંભ થયો હતો અને નોંધાયેલા 550 ખેડૂતો પૈકી પ્રથમ દિવસે 15 ખેડૂતોને બોલાવાયા હતા. જેઓની 975 રૂપિયાના ભાવે 590 ગુણી ચણાની ખરીદી થઈ છે. આ ઉપરાંત ઘઉં માટે 15 ખેડૂતોને બોલાવાયા હતા જે પૈકી 5 ખેડૂતોની 546 મણ ઘઉંની ખરીદી થઈ છે. અને તેનો ભાવ 385 રૂપિયા નક્કી થયો છે.
આ ઉપરાંત ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં 175 ખેડૂતોની ચણાની ખરીદી થઈ છે. અને 395 મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદી લેવાયો છે. તે જ રીતે જોડીયામાં 200 ખેડૂતોના ચણાની ખરીદી કરવામાં આવી છે. અને 7500 ગુણી ની ખરીદી કરી લેવામાં આવી છે.
કાલાવડ, જામજોધપુર અને લાલપુરમાં હજુ ટેકાના ભાવે ઘઉં અથવા ચણાની ખરીદી શરૂ કરવામાં આવી નથી. આગામી બે-ત્રણ દિવસમાં જ ખરીદીનો પ્રારંભ કરી લેવામા આવશે.