'છોટીકાશી' જામનગરમાં શીતળા સાતમની ઉજવણી
શીતળા માતાજીનાં મંદિરે ભક્તો ઉમટી પડ્યા
જામનગર, તા. 6 સપ્ટેમ્બર 2023 બુધવાર
આજે શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમ છે. હાલારમાં મોટી સાતમ તરીકે પણ ઓળખાતા આજનાં દિને શીતળા માતાની આરાધનાનું મહાત્મય છે. ખાસ કરીને સંતાનોનાં સુસ્વાસ્થ્ય માટે મહિલાઓ માતાજીની આરાધના કરે છે તેમજ બાળકોને માતાજીનાં આશિષ મળે એ માટે માતાજીનાં મંદિરે જઇ શિષ ઝૂકાવે છે.
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં આવેલાં શીતળા માતાજીનાં મંદિરે તથા ચાંદી બજાર વિસ્તારમાં આવેલ મંદિરે પણ ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા પણ સુંદર વ્યવસ્થા જાળવી હતી.