Get The App

જામનગર શહેર અને જિલ્લામાં આન-બાન-અને શાનથી 73માં ગણતંત્ર દિવસની ઉજવણી

Updated: Jan 26th, 2022

GS TEAM

Google News
Google News
જામનગર શહેર અને જિલ્લામાં આન-બાન-અને શાનથી 73માં ગણતંત્ર દિવસની ઉજવણી 1 - image

 - ધ્વજવંદન તેમજ પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા: કોરોના ગાઈડ લાઇનની ચુસ્ત અમલવારીની

જામનગર, તા. 26

જામનગર શહેર અને જિલ્લામાં દેશના 73માં ગણતંત્ર દિવસની આન-બાન-શાનથી ઊજવણી કરવામાં આવી છે, અને શહેરના તમામ સરકારી સંકુલો સહિતના સ્થળોએ ધ્વજ વંદન તેમજ પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા છે, અને કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને તમામ સ્થળોએ ગણતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.

જામનગર શહેર અને જિલ્લામાં આન-બાન-અને શાનથી 73માં ગણતંત્ર દિવસની ઉજવણી 2 - image

જામનગર જિલ્લા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. જ્યાં મંત્રીશ્રી બ્રિજેશ મેરજા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યો હતો, તેમજ પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જિલ્લા કલેકટર સૌરભ પારધી, અધિક કલેકટરશ્રી. પંડ્યા,પ્રાંત અધિકારી શ્રી આસ્થા ડાંગર, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નીતીશ કુમાર પાંડે, સહિતના અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.

જોકે સાંસ્કૃતિક કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યા હતા, અને કોરોના વોરિયર્સ નું સન્માન, વેકસીનેશન તેમજ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર ગણતંત્ર દિવસની ઉજવણી કોરોના ગાઇડ લાઇનને અનુસરીને કરવામાં આવી હતી, અને માત્ર 150લોકોની સંખ્યામાં જ કાર્યક્રમ યોજાયો હતો.

જામનગર શહેર અને જિલ્લામાં આન-બાન-અને શાનથી 73માં ગણતંત્ર દિવસની ઉજવણી 3 - image

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં પણ ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાયો હતો. જ્યા જામનગરના મેયર બીનાબેન કોઠારી ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. મ્યુનિ. કમિશનર વિજય કુમાર ખરાડી, ડેપ્યુટી કમિશનર એ.કે.વસ્તાણી, ડે. મેયર તપન પરમાર સહિતના અધિકારી અને પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયતમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પણ ડીડીઓ સહિત ના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા, અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.

જામનગરની અદાલત પરિસરમાં પણ ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો હતો, અને જામનગરની ન્યાયાલયના ન્યાયાધીશો તેમજ બાર એસોસિએશનના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી આ ઉપરાંત જામનગરની જિલ્લા જેલમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, અને ઇન્ચાર્જ અધિક્ષક નીરુભા ઝાલાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં કેદીઓ પણ જોડાયા હતા, અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

જામનગર શહેરની શાળાઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા અને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જામનગર જિલ્લાના અન્ય તમામ સરકારી સંકુલોમાં તેમજ સરકારી શાળાઓમાં શિક્ષકો વગેરેની હાજરીમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા, અને દેશના ૭૩માં ગણતંત્ર પર્વની આન-બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. તમામ સ્થળો પર કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થયું હતું.