Get The App

જામનગરના વિજરખી ડેમમાં કાર ખાબકતા પાણીમાં ગરકાવ: કારમાં બેઠેલી બે વ્યક્તિનો ચમત્કારિક બચાવ

Updated: Jun 12th, 2020

GS TEAM

Google News
Google News
જામનગરના વિજરખી ડેમમાં કાર ખાબકતા પાણીમાં ગરકાવ: કારમાં બેઠેલી બે વ્યક્તિનો ચમત્કારિક બચાવ 1 - image

જામનગર, તા. 12 જૂન 2020 શુક્રવાર

જામનગર નજીક વિજરખી ડેમ માં ગઈકાલે વહેલી સવારે એક કાર અકસ્માતે મુખ્ય માર્ગ પરથી નીચે ઉતરીને ડેમના પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. કારમાંથી બે વ્યક્તિઓ સલામત રીતે બહાર નીકળી જતા બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો.

જામનગર -કાલાવડ ધોરીમાર્ગ પર વિજરખી ગામની ગોળાઈ પાસે વિજરખી ડેમ ના પાળા ઉપર થી એક કાર અકસ્માતે 20 ફૂટ જેટલી નીચે ઉતરી ગઈ હતી, અને ડેમના પાણીમાં ગરકાવ થઇ હતી. જે કારની અંદર બેઠેલી બે વ્યક્તિઓ સલામત રીતે બહાર નીકળી જતા બંનેનો બચાવ થયો હતો.


જામનગરના વિજરખી ડેમમાં કાર ખાબકતા પાણીમાં ગરકાવ: કારમાં બેઠેલી બે વ્યક્તિનો ચમત્કારિક બચાવ 2 - image

આ બનાવ અંગેની જાણ થતાં પંચકોશી એ ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, પરંતુ કારના ચાલકને કોઈ ફરિયાદ કરવી ન હોવાથી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આજે સવારે ફ્રેંઈનની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી.