Get The App

જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં કેબલ રીપેરીંગનું કામ કરી રહેલા એક કેબલ ઓપરેટરને વિજ આંચકો લાગતાં અપ મૃત્યુ

Updated: Aug 6th, 2023

GS TEAM


Google News
Google News
જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં કેબલ રીપેરીંગનું કામ કરી રહેલા એક કેબલ ઓપરેટરને વિજ આંચકો લાગતાં અપ મૃત્યુ 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 06 ઓગષ્ટ 2023, રવિવાર

જામનગરમાં શાક માર્કેટ પાસે રહેતા અને કેબલ ઓપરેટર તરીકે કામ કરતા એક યુવાનને લીમડાલેન વિસ્તારમાં આવેલા માધવ કોમ્પ્લેક્ષ માં કેબલ ના એમ્પ્લીફાયર નું રીપેરીંગ કામ કરતી વખતે વીજ આંચકો લાગ્યો હતો અને તેનું અપમૃત્યુ થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાષ શાક માર્કેટ નજીક લંઘાવાડના ઢાળીયા પાસે રહેતો અને કેબલ ઓપરેટર તરીકે કામ કરતો જીતેન્દ્ર રસિકભાઈ કુંભારાણા નામનો યુવાન ગઈકાલે લીમડાલેન વિસ્તારમાં માધવ સ્કવેર કોમ્પ્લેક્સ માં કેબલ કનેક્શન નું કામ કરી રહ્યો હતો, ત્યારે નોડ - એમ્પ્લીફાયરમાં તપાસવા જતાં તેને એકાએક વિજઆંચકો લાગ્યો હતો, જેથી તેને વેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


Tags :