જામનગર નજીક મોટીખાવડી માં દારૂની ટેવ વાળા યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગર, તા. 05 એપ્રીલ 2020, રવિવાર
જામનગર નજીક મોટીખાવડી માં રહેતા અને મજૂરી કામ કરતા એક શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. મૃતક યુવાન દારૂ પીવાની ટેવવાળો અને દારૂના નશામાં બોલાચાલી કરતો હોવાથી પરિવારજનો માન-પાન નહીં આપતા માઠું લાગવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક મોટીખાવડી માં એક ભાડાની રૂમમાં રહેતા અને મુળ બિહાર રાજ્યના વતની શિવશંકરકુમાર રામપ્રતાપસિંઘ કુર્મી નામના વીસ વર્ષના પરપ્રાંતીય યુવાને ગઈકાલે પોતાના રૂમમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.
મૃતક યુવાન દારૂ પીવાની ટેવવાળો હતો અને દારૂ પીને ફોન માં પોતાના પરિવાર સાથે ઝઘડો અને બોલાચાલી કરતો હતો જેથી પરિવારજનો માન-પાન આપતા ન હતા. જેથી મનમાં લાગી આવ્યું હતું અને માનસિક અસર થઈ ગઈ હતી દરમિયાન તેણે ગઈ કાલે પોતાના રૂમમાં લોખંડની આડસમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. મેઘપર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.