Get The App

જામનગર નજીક હાપા જલારામ મંદિર વિસ્તારમાંથી અજ્ઞાત સ્ત્રીનો મૃતદેહ સાંપડ્યો

Updated: Jun 3rd, 2024

GS TEAM


Google News
Google News
જામનગર નજીક હાપા જલારામ મંદિર વિસ્તારમાંથી અજ્ઞાત સ્ત્રીનો મૃતદેહ સાંપડ્યો 1 - image


Dead Body Found in Jamnagar : જામનગરના હાપા જલારામ મંદિર નજીક ગાર્ડન પાસેથી એક અજ્ઞાત સ્ત્રીનો મૃતદેહ સાંપડ્યો છે. પોલીસે તેનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હાપા વિસ્તારમાં જલારામ મંદિરની બાજુમાં આવેલા જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન પાસે એક અજાણી સ્ત્રીનો મૃતદેહ પડ્યો છે, તેવી માહિતી હાપા ખારી વિસ્તારમાં રહેતા પૂંજાભાઈ ચારણે પોલીસને આપી હતી.

 જેથી પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને આશરે 45 વર્ષની વયની અજ્ઞાત યુવતીના મૃતદેહનો કબ્જો સાંભળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને તેની ઓળખ કરવા માટે મૃતદેહને કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.

Tags :