Get The App

જામનગર: BJP મહિલા નગરસેવિકાનું નવતર વિરોધ પ્રદર્શન

Updated: Mar 17th, 2020

GS TEAM

Google News
Google News
જામનગર: BJP મહિલા નગરસેવિકાનું નવતર વિરોધ પ્રદર્શન 1 - image

- પોતાના વોર્ડના પ્રશ્નોને વાચા અપાતી ન હોવાથી જા.મ્યુ.કો.ના કોલસેન્ટરમાં જાતે બેઠા.

જામનગર, તા.17 માર્ચ 2020, મંગળવાર

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.4ના ભાજપના મહિલા નગરસેવિકા દ્વારા આજે નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. પોતાના વોર્ડના નાગરિકોની ફરિયાદ જા.મ્યુ.કો.માં 

કોઈ સાંભળતું ન હોવાથી તેઓ આજે જાતે જ કોલ સેન્ટરમાં બેઠા હતા અને કોલસેન્ટરમાં આવનારા ફોનની પોતે ફરિયાદની નોંધ કરી રહ્યા હતા. આ નવતર વિરોધના પગલે જા.મ્યુ.કો.ની કચેરીના કુતૂહલ સર્જાયું હતું.

જામનગર: BJP મહિલા નગરસેવિકાનું નવતર વિરોધ પ્રદર્શન 2 - imageજામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.4ના ભાજપના મહિલા નગરસેવિકા રચનાબેન નંદાણીયા કે જેમના વોર્ડમાં લોકોની જુદી- જુદી ફરિયાદો જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં કરવામાં આવે છે અને જા.મ્યુ.કો.ના કોલસેન્ટરમાં કોઈ ફરિયાદ લેવામાં આવતી નથી. તેવી ફરિયાદ સાથે આજે તેઓ જા.મ્યુ.કો.ની કચેરીમાં કોલસેન્ટરમાં પહોંચી ગયા હતા અને નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આજે સવારે કચેરીના સમય દરમિયાન તેઓ ખુદ કોલસેન્ટરમાં કોમ્પ્યુટર પર બેસી ગયા હતા, અને જામનગર વાસીઓના ફરિયાદ અંગેના આવતા કોલ જાતે રિસીવ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે જુદા-જુદા વિસ્તારમાંથી આવનારી 20 જેટલી ફરિયાદોના કોલ પણ જાતે જ રિસીવ કર્યા હતા અને ફરિયાદ નોંધી હતી, અને જા.મ્યુ.કો.ના તંત્ર સામે નવતર પ્રકારનું વિરોધ પ્રદર્શન કરતા કોર્પોરેશન વર્તુળોમાં પણ ભારે કુતૂહલ પ્રસર્યું હતું.




Tags :