Get The App

જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં ગોઝારા અકસ્માતમાં બાઈક ચાલક વયોવૃદ્ધનો ભોગ

Updated: Oct 30th, 2021

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં ગોઝારા અકસ્માતમાં બાઈક ચાલક વયોવૃદ્ધનો ભોગ 1 - image


- ધ્રોળ-વાગુદડ ધોરી માર્ગ પર બે મોટરસાયકલ સામસામે અથડાઈ પડ્યા પછી ચેક બાઇકચાલકનું સ્થળ પર જ મૃત્યુ

જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર 

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, અને એક બાઈકના ચાલકને ગંભીર ઇજા થયા પછી તેઓનાં કરૂણ મૃત્યુ નીપજ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ધ્રોળ તાલુકાના વાગુદડગામમાં રહેતા અને ખેતીવાડીના કામ સાથે જોડાયેલા લાલુભા ભૂરુભા જાડેજાના 60 વર્ષના ખેડૂત ગત તારીખ 27ના સવારે દસેક વાગ્યાના અરસામાં પોતાનું મોટરસાયકલ લઈને ધ્રોળથી વાગુદડ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન રસ્તામાં સામેથી પૂરપાટ વેગે આવી રહેલા જીજે-10 ડી.એચ.2268 નંબરના બાઈકના ચાલકે ઠોકર મારી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતના લાલુભા જાડેજાને ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હોવાથી તેનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર બાબુભા લાલુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

Tags :