જામનગર તા. 15 માર્ચ 2022
જામનગરમાં ભોઇ સમાજ દ્વારા હોલિકા ઉત્સવ છેલ્લા 65 વર્ષથી ઉજવવામાં આવેછે. શાસ્ત્રોક્ત વાર્તા(કહાનીઓ)ને આધારિત હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે, જેની લંબાઈ લગભગ 25થી 30 ફૂટ જેટલી હોય છે, અને લગભગ 4થી 5 ટન જેટલું વજન હોય છે. જેમાં ઘાસ, કોથળા,કલર,લાકડું,કપડા, અને વિવિધ સામગ્રીઓ દ્વારા આ હોલિકા નું પૂતળું તૈયાર કરવામાં આવે છે. સમાજના તમામ યુવાનો વડીલોના માર્ગદર્શન હેઠળ એક મહિના જેટલા લાંબા સમય દરમિયાન રાત દિવસ મેહનત કરીને હોલિકાનું પૂતળું તૈયાર કરાય છે.
જેમાં આ વર્ષે ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરના પ્રમુખ અનિલભાઈ ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહક સમિતિની નિમણુક કરવામાં આવી છે, જેના અધ્યક્ષ તરીકે રૂપેશભાઈ વારા, ઉપાધ્યક્ષ બીપીનભાઈ જે.વારા, કોષાધ્યક્ષ ચંદ્રેશભાઇ વારા,સભ્ય સંજયભાઈ સી. દાઉદીયા,સભ્ય મયુર ડી.વારાની દેખરેખ હેઠળ હોલિકા સર્જક તરીકે ભરતભાઈ ગોંડલીયા, તથા રવિ વારા તેમજ રમેશભાઈ વી.જેઠવા, આભૂષણ માટે અલ્પેશભાઈ વારા, સની કુંભારાણા, કપિલ જેઠવા, વૈભવ જેઠવા,પ્રતીક જેઠવા સહિતના યુવાનો સાથે મળી સમગ્ર આભૂષણ તૈયાર કરે છે.હોલિકા મહોત્સવના ફાગણ સુદ પૂનમ ના દિવસે આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે હોલિકાનું પ્રાગટ્ય કરવામાં આવે છે.
જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં હોલિકા દહનનો કાર્યક્રમ પ્રતિ વર્ષ મુજબ યોજાય છે, અને હજારોની સંખ્યામાં લોકો હોલિકાને નિહાળવા આવે છે, અને હોલિકાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.


