Get The App

જામનગરમાં ટોયઝ એન્ડ ગિફ્ટ એસોસિએશન દ્વારા બી.આઈ.એસ. સીઝર એકટ-2020ના મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

Updated: Jan 24th, 2022

GS TEAM

Google News
Google News
જામનગરમાં ટોયઝ એન્ડ ગિફ્ટ એસોસિએશન દ્વારા બી.આઈ.એસ. સીઝર એકટ-2020ના મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું 1 - image

જામનગર તા. 24

જામનગર ટોયઝ એન્ડ ગિફ્ટ એસોસિએશન દ્વારા આજે રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી જઈ બીઆઈએસ સીઝર અને ટોયઝ ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર-2020નો કાયદો મોકૂફ રાખવા અંગે રજૂઆત કરી છે. આ નવા કાયદાની વેપારીઓને હજુ પૂરતી જાણ કે માહિતી નથી, તે પહેલા બીઆઈએસ સર્ટિફિકેટ વાળા રમકડા જ માત્ર વેચવા અને બાકીના રમકડા સિઝ કરવાની કાર્યવાહી ચાલી રહી છે, જે કાયદો હાલ પૂરતો મોકૂફ રાખવા માગણી કરવામાં આવી છે.

જામનગરમાં ટોયઝ એન્ડ ગિફ્ટ એસોસિએશન દ્વારા બી.આઈ.એસ. સીઝર એકટ-2020ના મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું 2 - image

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ફરજિયાત પણે બીઆઈએસ સર્ટિફિકેટ વાળા રમકડાંના વેચાણ માટે ટોયઝ ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર લાગુ કયો છે. જે કાયદો 2020માં લાવવામાં આવ્યો હતો, પરંતુ તેની અચાનક તાજેતરમાં અમલવારી શરૂ કરી દેવામાં આવી છે, અને ગુજરાતના કેટલાક સ્થળો પર બીઆઈએસ સર્ટિફિકેટના મામલે દરોડા પાડવામાં આવ્યા છે, અને આઈએસઆઈ માર્ક વાળાજ રમકડા માત્ર વેચવાનું જણાવી અન્ય રમકડાં જપ્ત કરી લેવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન આજે જામનગર ટોયઝ એન્ડ ગિફ્ટ એસોસિએશનના 22થી વધુ હોદ્દેદારોએ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી રજૂઆત કરી છે, અને નવા બીઆઈએસ ટોયઝ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 2020ના કાયદાને કોરોના કાળ દરમ્યાન મોકૂફ રાખવા રજૂઆત કરી છે.

છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં શ્રાવણી મેળા યોજાયા નથી, જેથી બે વર્ષ દરમિયાન રમકડાંઓનો મોટો સ્ટોક વેપારીઓ પાસે પડયો રહ્યો છે, ત્યારે આવી કોરોનાની મહામારીના સમયગાળા દરમિયાન હાલ પૂરતો નવો કાયદો મોકૂફ રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરાઇ છે.