લાલપુરમાં ઓટલા પર બેસવાની તકરારમાં દંપતી પર હુમલો: છ સામે ફરિયાદ
જામનગર, તા. 25 એપ્રીલ 2020, શનિવાર
જામનગર જિલ્લાના લાલપુરમાં દલિતવાસ વિસ્તારમાં ઓટલા પર બેસવાની તકરારમાં એક દંપતી ઉપર છ શખ્સોએ પથ્થર વડે હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં જિલ્લાના લાલપુરમાં દલિતવાસ વિસ્તારમાં રહેતા અનિલભાઈ ઝીણાભાઈ પારીયા નામના યુવાને પોતાના કુટુંબી ડાયાભાઈ હીરાભાઈ તેમજ તેમના પત્ની પુંજીબેન વગેરે પર પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તે જ વિસ્તારમાં રહેતા નિતીન કાચા ભાઈ, વિમલ કાચા ભાઈ,કારા સિદીભાઈ,બાંગા કાનાભાઈ,મેહુલ કાનાભાઈ અને રઘો વગેરે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ડાયા ભાઈના ઘર નજીકના ઓટલા પર આરોપીઓ બેઠા હોવાથી તેઓને બેસવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઇ ગયા હતા અને આ હુમલો કરી દીધો હતો જે અંગે લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.