જામનગરમાં લોક ડાઉનલોડ નો ભંગ કરનારા ૧૧૪ની ધરપકડ ૨૨૫ વાહનો ડિટેઇન
જામનગર તા. 06 જાન્યુઆરી 2020, સોમવાર
જામનગર શહેર માં લોક ડાઉનનો ભંગ કરીને ઘરની બહાર નીકળનારા વધુ 114 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ઉપરાંત રવિવારના દિવસ દરમિયાન ૨૨૫ વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે.
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી તેમજ સીસીટીવી કેમેરાઓ ની મદદથી વોચ ગોઠવવામાં આવી હતી અને શહેરની શેરી ગલીઓમાં એકત્ર થયેલા અને ટોળા સ્વરૂપે ઘરની બહાર ઊભેલા કુલ 114 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેઓ સામે જુદા જુદા પોલીસ મથકોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલના 25 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જો કે મોડેથી તમામને જામીન મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોક ડાઉન દરમિયાન કોઈપણ પ્રકારના કામ વિના ઘરની બહાર નીકળેલા 225 લોકોને અટકાવવામાં આવ્યા હતા. અને તેઓના વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે.