Get The App

જામનગરના હાપા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ

Updated: Jun 22nd, 2024

GS TEAM


Google News
Google News
જામનગરના હાપા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ 1 - image


Hapa Marketing Yard Election : જામનગરના હાપા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન તરીકે મુકુંદ સભાયા અને વાઇસ ચેરમેન તરીકે હિરેન કોટેચાની વરણી થઇ છે, અને તમામ અગ્રણી તેમજ સભ્યોએ વિજેતાને અભિનંદન પાઠવ્યા હતા.

 ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ મુંગરાને પત્ર મોકલવામાં આવ્યો હતો, અને હાપા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે મેન્ડેટ આપવાના પત્રમાં ચેરમેન તરીકે મુકુંદ ખોડાભાઈ સભાયા, અને વાઇસ ચેરમેન તરીકે હિરેન વિજયભાઈ કોટેચાને નિયુક્ત કરવા અંગેનો વહીપ આપ્યો હતો.

 જેના માટે જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ મુંગરાને અધિકૃત કરાયા હતા. દરમિયાન આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે મુકુંદ સભાયા અને ઉપ-પ્રમુખ પદે હિરેન કોટેચાની નિયુક્તિ કરવામાં આવી છે.

 જે બંને વિજેતાઓને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ મૂંગરા, જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી વિનુ ભંડેરી તથા અન્ય હોદ્દેદારો વગેરેએ ઉપસ્થિત રહી બંને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

Tags :